ભોપાલ: મધ્યપ્રદેશમાં સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. . મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સિહોરમાં આ જાહેરાત કરી છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સરકાર લોકોને મદદ કરવાની એક પણ તક છોડવા માંગતી નથી. હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
શુક્રવારે સિહોરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સિહોર જિલ્લાના ભૈરુંડા ખાતે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્ન સમ્મેલનમાં ભાગ લીધો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના DA વચ્ચેનો તફાવત
આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ વચ્ચે 4% મોંઘવારી ભથ્થાનો તફાવત છે, હવે અમે આ તફાવતને સમાપ્ત કરીને રાજ્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. તેમણે આ માટે દરેકને ઘણી શુભકામનાઓ આપી છે. નોંધનીય છે કે હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વર-કન્યાને સામૂહિક રીતે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહની આ જાહેરાતથી રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે.
કૉગ્રેસના નિશાના પર રાજ્ય સરકાર
બીજી તરફ કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાની કોઈ તક છોડવા માંગતી નથી. રાજ્યના સાગરમાં દલિત મકાનો તોડી પાડવાના મામલે મધ્યપ્રદેશ સરકાર કોંગ્રેસના નિશાના પર છે, આ મુદ્દે દિગ્વિજય સિંહના આરોપો પર સ્પષ્ટતા કરતા મંત્રીએ કહ્યું કે વન વિભાગના રેન્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial