Opposition Party In Patna:  બિહારના પટનામાં યોજાયેલી વિપક્ષની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો હતો. શુક્રવારે (23 મે) કેન્દ્રના વટહુકમ અંગે આમ આદમી તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં પાર્ટીએ કહ્યું છે કે જ્યાં સુધી વટહુકમ અંગે કૉંગ્રેસનું સ્ટેન્ડ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી વિપક્ષની કોઈપણ બેઠકમાં ભાગ નહીં લે.



આમ આદમી પાર્ટીએ વધુમાં કહ્યું કે,  કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે જે લગભગ તમામ મુદ્દાઓ પર પોતાનું સ્ટેન્ડ લે છે, તેમણે હજુ સુધી કાળા અધ્યાદેશ પર પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું નથી. જો કે કોંગ્રેસના દિલ્હી અને પંજાબ એકમોએ જાહેરાત કરી છે કે પાર્ટીએ  આ મુદ્દે મોદી સરકારનું સમર્થન કરવું જોઈએ. આજે પટનામાં વિપક્ષની બેઠક દરમિયાન અનેક પક્ષોએ કોંગ્રેસને કાળા વટહુકમની જાહેરમાં નિંદા કરવા વિનંતી કરી હતી. જોકે કોંગ્રેસે આમ કરવાનો ઈન્કાર કર્યો હતો. 



કૉંગ્રેસનું મૌન શંકાસ્પદ


આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું મૌન તેના વાસ્તવિક ઇરાદાઓ વિશે શંકા પેદા કરે છે. અંગત ચર્ચામાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી અનૌપચારિક અથવા ઔપચારિક રીતે રાજ્યસભામાં તેના પર મતદાન કરવાથી દૂર રહી શકે છે. 



કૉંગ્રેસના સ્ટેન્ડ પર આમ આદમી પાર્ટીએ કહ્યું,  રાજ્યસભાના 31 સાંસદો સાથે કૉંગ્રેસે આ બિલનો જાહેરમાં વિરોધ કરવો પડશે.  વિપક્ષની બેઠકમાં કુલ 17 પાર્ટીઓએ ભાગ લીધો હતો. AAP અનુસાર, 17માંથી 11 પાર્ટીઓએ કેન્દ્રના વટહુકમ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું છે. AAPએ કહ્યું,  હવે સમય આવી ગયો છે કે કૉંગ્રેસ નક્કી કરે કે તે દિલ્હીની જનતા સાથે છે કે મોદી સરકાર સાથે.


પાર્ટીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કાળો અધ્યાદેશ બંધારણ વિરોધી, સંઘવાદ વિરોધી અને સંપૂર્ણ રીતે અલોકતાંત્રિક છે. આ સિવાય,  તે આ મુદ્દે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માંગે છે અને તે ન્યાયતંત્રનું અપમાન છે. કોંગ્રેસનું આ વલણ અને ટીમ પ્લેયર તરીકે કામ કરવાનો ઇનકાર, ખાસ કરીને આ મહત્વપૂર્ણ મુદ્દા પર, આમ આદમી પાર્ટી માટે કૉંગ્રેસ સામેલ હોય તેવા કોઈપણ ગઠબંધનનો ભાગ બનવું ખૂબ મુશ્કેલ બનાવશે.


આમ આદમી પાર્ટીએ કહ્યું કે જ્યાં સુધી કૉંગ્રેસ જાહેરમાં કાળા અધ્યાદેશની નિંદા ન કરે અને રાજ્યસભામાં તેના તમામ 31 રાજ્યસભા સાંસદો વટહુકમનો વિરોધ કરશે તેવી જાહેરાત ન કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટી માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોની ભવિષ્યની બેઠકોમાં ભાગ લેવો મુશ્કેલ બનશે જ્યાં કોંગ્રેસ સામેલ છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial