રાંચીઃઝારખંડની રાજધાની રાંચીમાં  બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના મામલામાં દોષિત રાહુલ રોયને ફાંસીની  સજા સંભળાવી હતી. 15-16 ડિસેમ્બર 2016ના રોજ રાહુલ રોયે બીટેકની વિદ્યાર્થીની પર બળાત્કાર બાદ તેને સળગાવી દેવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલામાં મુખ્ય આરોપી રાહુલને સીબીઆઇની વિશેષ અદાલતે શુક્રવારે દોષિત જાહેર કર્યો હતો.


આ હત્યાકાંડમાં સીબીઆઇએ 19 સપ્ટેમ્બરના  રોજ ચાર્જશીટ દાખલ કરી હતી અને 25 ઓક્ટોબરના રોજ આ મામલામાં આરોપ નક્કી કર્યા હતા. દલીલ દરમિયાન  13 ડિસેમ્બરના રોજ સીબીઆઇએ ઘટનાની બર્બરતા જણાવી ફાંસીની સજાની માંગ કરી હતી.

સ્પેશ્યલ જજ એકે મિશ્રાએ આ કેસને પ્રાથમિકતા ગણાવી ઝડપી સુનાવણી કરી હતી. કોર્ટે આરોપ નક્કી કર્યા બાદ દરરોજ સુનાવણી કરતા લગભગ 30 દિવસમાં સુનાવણી પ્રક્રિયા પુરી કરી હતી.