નવી દિલ્હી: નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એક વખથ લોકોને આ મામલે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે. માયાવતીએ શનિવારે સવારે ટ્વિટ કરી કહ્યું, હવે તો નવા સીએએ અને એનઆરસીના વિરોધમાં કેંદ્ર સરકારના એનડીએમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. બસપાની માંગ છે કે તે પોતાની જિદ છોડી આ નિર્ણયને પરત લે. સાથે જ પ્રદર્શનકારીઓને અપીલ છે કે તેઓ પોતાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે કરે.


આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં થઈ રહેલા હિંસલ વિરોધ પ્રદર્શનને જોઈ લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોઈએ કાયદો-વ્યવસ્થા હાથમાં ન લેવો જોઈએ. મુખ્યમંત્રીએ હિંસા કરનારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પ્રદર્શનકારીઓને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. અખિલેશે લોકોને શાંતિની અપીલ કરતા કહ્યું લોકો કાયદો વ્યવસ્થા હાથમાં ન લે. ધરણા પ્રદર્શન શાંતિથી કરે. અખિલેશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સત્યાગ્રહનો રસ્તે ચાલવાની અપીલ કરી હતી.