નવી દિલ્હીઃ ફ્રાન્સિસી ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આવનારા ઘણા વર્ષો માટે સદીઓ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. આખી દુનિયામાં લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. આનું કારણ એ છે કે તેમની અત્યાર સુધીની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે 2020 માટે જે ભવિષ્યવાણીઓ કરી છે, તેમાં માનવતા માટે સારા સમાચાર નથી. બીજા અન્ય ભવિષ્યવેત્તાઓએ પણ 2020માં વિનાશનાં જ સંકેત આપ્યા છે.


નાસ્ત્રેદમસે માન્યું છે કે 2020માં એક નવા યુગની શરૂઆત થશે. તેમણે અનુમાન લગાવ્યું છે કે 2020માં ઘણા દેશોનું પરસ્પર ઘર્ષણ વધશે. આ સાથે જ 2020માં આ સદીનું સૌથી મોટું આર્થિક સંકટ પણ આવશે.

હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા કફોડી હાલતમાં છે. ચીન અને અમેરિકાની પરસ્પર લડાઈમાં વેપાર યુદ્ધની શરૂઆત થઈ ચુકી છે. ભારતની આર્થિક વૃદ્ધમાં પણ ભારે પછડાટ જોવા મળી છે. જો કે ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે 2020 સુધી લોકો પહેલા કરતા વધારે જાગૃત થઈ ચુક્યા હશે અને લોકોમાં એક નવા પ્રકારનો આધ્યાત્મિક ઝુકાવ જોવા મળશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સાચી સાબિત થઇ શકે છે. ભવિષ્યવાણીની માનીએ તો 2020માં દુનિયાના મોટા શહેરોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થશે અને લોકો ખુલીને રસ્તાઓ પર ઉતરી આવશે.

નાસ્ત્રેદમસનાં પ્રમાણે આ વર્ષે જળવાયુ પરિવર્તન સંપૂર્ણ દુનિયાને પ્રભાવિત કરશે અને પ્રદૂષણની વિરુદ્ધ યુદ્ધ સ્તર પર ચળવળ શરૂ કરાશે. દુનિયાનાં કેટલાક ભાગોમાં ભૂકંપ અને તોફાન આવશે તો ક્યાંક આતંકવાદથી તબાહી મચશે.

નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણીઓમાં એક સારી ભવિષ્યવાણી એ છે કે 2020માં ચિકિત્સા ક્ષેત્રમાં સારી પ્રગતિ થશે જેનાથી લોકોનું શરેરાશ આયુષ્ય વધશે.

નાસ્ત્રેદમસે આજથી ઘણા વર્ષો પહેલા મોદી યુગની ભવિષ્યવાણી કરી દીધી હતી. ડાયનાનું મોત, એડોલ્ફ હિટલરનો ઉદય, પરમાણુ બૉમ્બ, દ્વિતીય વિશ્વ યુદ્ધ અને 9/11 વિશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.