નવી દિલ્હી: કાળા નાણાને લઈને વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ‘આવક જાહેરાત યોજના, 2016’ પ્રમાણે ઘરેલૂ કાળા નાણાંનો ખુલાસો કરવાની અપીલ કરતા શનિવારે કહ્યું છે કે જે લોકો 30 સપ્ટેમ્બર સુધી આ સ્કીમનો એક અવસરના રૂપમાં જાહેરાત નહીં કરે તો આગળ શાંતિથી ઉંઘી શકશે નહીં.

પીએમ મોદીએ ઑલ ઈંડિયા જેમ્સ એંડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન દ્ધારા આયોજીત સમ્માન સમારોહમાં જવેલરી વેપારીઓને પણ કાળા નાણાંનો ખુલાસો કરવાની અપીલ કરતા કહ્યું કે, સરકારની આ યોજનાને સફળ બનાવવા માટે તમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકો છો.

તેમને કાળા નાણું ધરાવતા લોકોને તેમાંથી મુક્તિ મેળવવા માટે આહ્વાન કરતા કહ્યું હતું કે, જીવનમાં શાંતિથી ઉંઘવા સિવાય બીજી કયુ સુખ હોઈ શકે છે. જેની પાસે કાળા નાણું છે, તે 30 સપ્ટેમ્બર સુધી જાહેર કરી નાંખે, કારણ કે તેમની સરકાર કોઈની ઉંઘ હરામ કરવા માંગતી નથી. પરંતુ જે લોકો પોતાની સંપતિ સંતાડવાની કોશિશ કરશે તો પછી 30 સપ્ટેમ્બર પછી તેમની ઉંઘ હરામ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, સરકારે 30 સપ્ટેમ્બરે આ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ તમે ગુપ્ત આવકની જાહેરાત કરી શકો છો. અને કરની સાથે દંડ ભરી તેમાંથી છૂટકારો મેળવી શકાય છે.