26 જાન્યુઆરીએ બનેલી ઘટનાના આરોપી પંજાબી એક્ટર દીપ સિદ્ધુને પોલીસ હાલ શોધી રહી છે. દીપ માટે પોલીસે 1 લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. જો કે હજુ સુધી તેમનો કોઇ પત્તો નથી લાગ્યો. જો કે તે હજુ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે સમયાન્તરે વીડિયો અપલોડ કરીને તેના વિચાર વ્યક્ત કરી રહ્યો છે.


દિલ્લી પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ વિદેશમાં બેઠેલી કોઇ મહિલા મિત્ર દિપ સિદ્ધુને મદદ કરી રહી છે. તેમનું ફેસબુક અકાઉન્ટ પણ તે હાલ હેન્ડલ કરી રહી છે. જેની મદદથી જ દિપ સિદ્ધુના વીડિયો સમયાન્તરે ફેસબુક અપલોડ કરી રહી છે. દીપ વીડિયો રેકોર્ડ કરીને આ મહિલાને મોકલી રહ્યો છે. જેને તે ફેસબુક પર અપલોડ કરે છે. પોલીસને ગૂમરાહ કરવા માટે દીપ આવું કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

કોણ છે દિપ સિદ્ધુ?

દીપ સિદ્ધુ  પંજાબી ફિલ્મના અભિનેતા અને સમાજિક કાર્યકર્તા છે. તેમણે તેમની ફિલ્મ કરિયરની શરૂઆત ફિલ્મ રમતા જોગીથી કરી હતી. દિપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુફ્તસર જિલ્લામાં થયો હતો. તેમણે  લોની ડિગ્રી લીધી છે.હાલ પોલીસ આ એક્ટરને શોધી રહી છે. હરિયાણા બાદ પંજાબ અને ત્યારબાદ તેનું લોકેશન બિહાર બતાવતું હતું પરંતુ હજુ સુધી દીપ સિદ્ધુ પોલીસના હાથ નથી લાગ્યો. કોઇ વિદેશમાં રહેતી મહિલા મિત્ર તેને મદદ કરતી હોવાનું પણ સામે આવ્યું છે.