દેશમાં કઈ જાતીના કેટલા ટકા લોકો રહે છે, એ જાણવા માટે દેશમાં જાતીના આધારે જનગણના થવી જોઈએ. કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે રાજ્યસભામાં આ માંગ ઉઠાવી છે. આઠવલે કહ્યું કે 2021ની જનગણના જાતી આધાર પર થવી જોઈએ.
ક્ષત્રિય સમાજને મળે અનામત-અઠાવલે
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રથી રાજ્સભા સાંસદ રામદાસ આઠવલેએ રાજ્યસભામાં કહ્યું, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ, રાજ્સ્થાનમાં રાજપૂત સમાજ, યૂપીમાં ઠાકુર સમાજ અનામત માંગી રહ્યો છે. મારુ માનવું છે કે જે રીતે આર્થિક આધાર પર નબળા વર્ગને 10 ટકા અનામત મળી છે, એ રીતે અલગથી ક્ષત્રિય સમાજને પણ અનામત આપવી જોઈએ.