સોશિયલ મીડિયા પર હાલ #BharatRatnaForRatanTata હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે. જો કે આ મુદ્દે ખુદ રતન ટાટાએ ખુદ જવાબ આપ્યો છે. તેમણે લોકોને આ કેમ્પેન બંધ કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે,’તેઓ ભારતીય હોવાથી ખુદને બહુ જ ભાગ્યશાળી માને છે’

રતન ટાટાએ તેમના ટવિટર હેન્ડલથી ટવિટ કરતા લખ્યું છે કે, “સોશિયલ મીડિયા પર મને ભારત રત્ન આપવાની માંગ કરનાર લોકોની ભાવનાનું હું દિલથી સન્માન કરૂ છું. જો કે મારૂ નમ્ર નિવેદન કરૂં છું કે,  આ કેમ્પેનને બંધ કરવામાં આવે, હું ખુદ ભારતીય હોવાથી અને તેના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાથી મારી જાતને ભાગ્યશાળી માનું છું”


છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગણી થઇ રહી છે. એક યુઝર્સે તો લખ્યું છે કે, “રતન ટાટા ભારતના અસલી રત્ન છે. તેમને સર્વોચ્ચ સન્માન મળવું જોઇએ”