ચેન્નઈઃ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે નવી દિલ્હી પહોંચવા માટે વિશેષ વિમાનની જગ્યાએ વ્યાવસાયિક ઉડાનની પસંદગી કરી કારણ કે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થવાની સાથે જ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ. સીતારમણ ચેન્નઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા જે દરમિયાન તેમણે સરકારી કાર અને એસ્કોર્ટ વાહનનો ઉપોયગ ન કર્યો અને ભાજપના એક નેતાની કારથી એરપોર્ટ પહોંચ્યા.




રક્ષામંત્રી એક વિશેષ વિમાનથી રવાના થવાના હતા પરંતુ તેમની રવાનગી પહેલા જ ચૂંટણી પંચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી અને આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ. ભાજપે નિવેદન જારી કરીને કહ્યું કે, સીતારણ એક ખાનગી વિમાનથી રાત્રે આઠ કલાકે 40 મિનિટે દિલ્હી માટે રવાના થયા. એરપોર્ટથી સૂત્રોએ જણાવ્યું કે, તેમણે અધિકારીઓને કહ્યું કે, તેમને છોડવા ટર્મિનલ સુધી ન આવે.