નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર હુમલો કર્યો છે, તેમને કહ્યું કે, પાકિસ્તાન ગિલગિટ-બાલિસ્ટસ્તાન સહિત આખુ પીઓકે ભારતનું છે, પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે. રાજનાથે એક પછી એક ચાર ટ્વીટ કરીને પાકિસ્તાને ચેતાવણી આપીને કહ્યું કે, રડવાનું બંધ કરો, કાશ્મીર ભારતનું છે.

રાજનાથ સિંહે ચેતાવણી આપતા કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સતત નિવેદનબાજી કરી રહ્યું છે, તે બંધ કરી દેવી જોઇએ. અમે પાકિસ્તાનના અસ્તિત્વનું સન્માન કરીએ છીએ, એનો અર્થ એ નથી કે કાશ્મીરને લઇને સતત નિવેદનબાજી કરતા રહો.



કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાન અને કાશ્મીરને લઇને એક પછી એક ચાર ટ્વીટ કર્યા, જે નીચે પ્રમાણે છે....