અભિયાનની શરૂઆત કરાવી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશને સ્વસ્થ બનાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં મહાન સ્પોર્ટ્સપર્સન મળ્યા હતા. આજે દેશ તેમને નમન કરી રહ્યો છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ દ્વારા હેલ્ધી હેન્ડિયાના દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે.
પીએમે કહ્યું, અમારી સરકારે ખેલ જીવનને વધારે સારું બનાવવા અનેક પગલાં ભર્યા છે. ફિટનેસ માત્ર શબ્દ નથી પરંતુ સ્વસ્થ જીવન જીવવાની જરૂરી શરત છે. સ્વસ્થ અને ફિટ રહેવાનો ફંડા આપણા પૂર્વજોના સમયથી ચાલ્યો આવી રહ્યો છે. આ દરમિયાન તેમણે સંસ્કૃતનો શ્લોક સંભળાવી ફિટનેસના ફાયદા જણાવ્યા હતા. ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ રહ્યું છે પરંતુ સમયની સાથે ફિટનેસને લઇ સમાજમાં ઉદાસીનતા આવી રહી છે.
પહેલા સ્વાસ્થ્યથી તમામ કામ પૂરા થતા હતા પરંતુ હવે સ્વાર્થથી તમામ કામ પૂરા થવા લાગ્યા છે. થોડા વર્ષો પહેલા વ્યક્તિ 8-10 કિલોમીટર પગપાળા ચાલીને જતા હતા, પરંતુ આજે ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી દીધી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને ટેકનોલોજી આપણે કેટલા સ્ટેપ્સ ચાલ્યા તે બતાવે છે. હજુ પાંચ હજાર સ્ટેપ્સ નથી થયા, બે હજાર સ્ટેપ્સ નથી થયા, થોડું વધારે ચાલો.
આજે ભારતમાં અનેક પ્રકારની બીમારી વધી રહી છે. આજે 30 વર્ષના યુવકને પણ હાર્ટ એટેક આવે છે. તેમણે કહ્યું કે આપણી લાઇફ સ્ટાઇલના કારણે આમ થઈ રહ્યું છે. સરકાર તેનું કામ કરશે પરંતુ દરેક પરિવારે આ અંગે વિચારવું જોઈએ.
અનેક દેશો ફિટનેસને લઈ મોટા અભિયાન ચલાવી રહ્યા છે. કેટલાક દેશોએ ફિટનેસને લઈ તેમનો લક્ષ્ય પણ નક્કી કર્યો છે. નવા ભારતના નાગરિક પણ ફિટનેસ તરફ ધ્યાન આપે. સફળતા અને ફિટનેસ એકબીજા સાથે સંકળાયેલાછે. તમે કોઈપણ ક્ષેત્ર લો, તમારા આઇકોન્સને જોવો, તેમની સકસેસ સ્ટોરી જોવો, પછી તે સ્પોર્ટમાં હોય, ફિલ્મોમાં હોય કે બિઝનેસમાં હોય, તેમાંથી મોટાભાગના ફિટ છે. જ્યારે ફિટનેસ તરફ આપણે ધ્યાન આપીએ છીએ, ફિટ રહેવાની કોશિશ કરીએ છીએ, તો તેમાં આપણને આપણી બોડીને સમજવાનો મોકો મળે છે. આપણે આપણા શરીર અંગે, આપણી તાકાત, આપણી નબળાઈઓ અંગે ખૂબ ઓછું જાણીએ છીએ જે આશ્ચર્યની વાત છે.
આ અભિયાન અંતર્ગત દરેક કોલેજ અને યુનિવર્સિટીએ 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે અને તેને કોલેજ-યુનિવર્સિટીની પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ કરવો પડશે.
તાજેતરમાં જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલંપિક સંઘ, રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારી, ખાનગી એકમો અને પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી.
ખેલ અને યુવા મામલા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, લોકોની ફિટનેસમાં સુધારો કરી શકાય તે માટે શારીરિક ગતિવિધિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવશે.
અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ન બની શકવા બદલ માઇક હેસને શું કહ્યું? જાણો વિગતે