રક્ષામંત્રી ઉત્તરાખંડ રાજ્યના 20મા સ્થાપના દિવસ સમારોમાં ભાગ લેવા દહેરાદૂન પહોંચ્યા હતા. અહીં રાજનાથસિંહે કહ્યું, અયોધ્યા પર માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવા આગ્રહ કરું છું
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ સોમવારે યૂનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત કેટલીક અરજી પર સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરની ખંડપીઠ પણ 15 નવેમ્બરે આ મામલે સુનાવણી કરશે.
યૂનિફોર્મ સિવિલ કોડ શું છે ?
દેશનના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો જેમાં કોઈ ધર્મ કે જાતિ ના હોય. સંવિધાનના અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતાની ચર્ચા છે. સંવિધાનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ રાજ્યોમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા આપવાનો પ્રયાસ રહેશે. હાલમાં હિંદુ, મુસ્લિમ અને ઇસાઈઓ માટે અલગ અલગ નિયમો છે.
હિંદુ, સિખ, જૈન અને બૌદ્ધ પર હિંદુ કોડ બિલ કાયદો લાગુ પડે છે. મુસ્લિમ, ઇસાઈ અને પારસી સમુદાયના પોત પોતાના પર્સનલ લૉ છે. હાલમાં લગ્ન, તલાક, સંપત્તિ અને બાળક ગોદ લેવા મામલે તમામ ધર્મોના લોકો પોત પોતાના પર્સનલ લૉનું પાલન કરે છે.