સરકારે સોમવારે સંસદમાં કહ્યું કે કોવિડ રોગચાળાને કારણે 2020 અને 2021માં ભારતીય સેનામાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોવિડ રોગચાળોનો પ્રકોપ ઓછો થયો છે, પરંતુ તે હજી સમાપ્ત થયો નથી.
કોરોના વાયરસ રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષમાં આર્મીમાં ભરતી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે આવી ભરતી રેલીઓ મોટી સંખ્યામાં ઉમેદવારોને આકર્ષે છે, તેથી કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે આવી ભરતી રેલીઓ મોકૂફ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ દરમિયાન એરફોર્સ અને નેવીમાં ઓનલાઈન ભરતી પ્રક્રિયા ચાલુ રહી અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.
સંરક્ષણ દળોમાં ભરતી અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે કોવિડ રોગચાળાને કારણે સેનામાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે ભારતીય સેનામાં 2018-19 અને 2019-20માં અનુક્રમે 53,431 અને 80,572 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. રાજનાથ સિંહે કહ્યું કે 2020-21 અને 2021-22માં ભારતીય નેવીમાં અનુક્રમે 2,772 અને 5,547 જવાનોની ભરતી કરવામાં આવી હતી. તેવી જ રીતે, 2020-21 અને 2021-22માં અનુક્રમે 8,423 અને 4,609 કર્મચારીઓની એરફોર્સમાં ભરતી કરવામાં આવી હતી.
ભારતીય સેનામાં આ પદો માટે નીકળી ભરતી
ભારતીય સેનાએ ધોરણ-10 પાસ યુવકો માટે સેનાએમાં ભરતી થવાનો એક અવસર આપ્યો છે. સેનામાં જોડાવા ઇચ્છનાર યુવકોએ ઇન્ડિયન આર્મીની સત્તાવાર વેબસાઈટ indianarmy.nic.in પર નક્કી કરેલા ફોર્મેટ મુજબ અરજી કરી શકે છે.વિવિધ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2022 છે.
ચીન સામે ભારતીય સેનાની ખાસ ટ્રેનિંગ
ભારતે 21 મહિનાની અંદર 70 હજાર સૈનિકોની આવી સેના તૈયાર કરી છે, જે ચીનના અતિક્રમણનો જવાબ આપવામાં કુશળ હશે. ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં ચીન વિરુદ્ધ બનાવવામાં આવેલ આ વિશેષ દળને તૈનાત કરતા પહેલા, તેઓને સિલીગુડીમાં તેમનો યુદ્ધઅભ્યાસ કરવામાં આવ્યો હતા, જેમાં ભારતના આર્મી સ્ટાફના વડા એમએમ નરવણેએ હાજરી આપી હતી.