નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ મંગળવારે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને કોંગ્રેસ નેતા આનંદ શર્મા સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


શ્રદ્ધાંજલિ સભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું, સુષ્મા સ્વરાજ અનુશાસન સાથે કામ કર્યું. તેઓ વિચારોના પાક્કા હતા. સાંસદો સરકારી આવાસ ખાલી નથી કરતાં પરંતુ તેમણે તાત્કાલિક કરી દીધું હતું. તેમના વ્યક્તિત્વની એક અનોખી બાબત હતી. તેમણે દરેક કામને ખૂબ ખંતથી કર્યું. તેમનું ભાષણ પ્રભાવી હોવાની સાથે પ્રેરક પણ હતું. તેમના વકતવ્યમાં વિચારોની ઊંડાઈનો દરેક અનુભવ કરતા હતા.


મોદીએ કહ્યું, સુષ્માજી કૃષ્ણ ભક્તિને સમર્પિત હતા. અમે જ્યારે પણ મળતા ત્યારે તેઓ મને જયશ્રી કૃષ્ણ કહેતા હતા, હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો. કાશ્મીરમાંથી કલમ 370 રદ થતાં તેમનું સપનું પૂરું થયું. તેમણે વિદેશ મંત્રાલયને લોકોનું મંત્રાલય બનાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું તેઓ દરેક કામ બખૂબી કરતા હતા. તેઓ ઉંમરમાં મારાથી નાના હતા પરંતુ હું જાહેરમાં કહેવા માંગુ છું કે મને તેમની પાસેથી ઘણું શીખવાનું મળતું હતું.


સુષ્મા સ્વરાજનું 6 ઓગષ્ટની રાતે હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા વર્ષો પહેલા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી હતી.

રૂપાણીએ રશિયામાં ગુજરાતી હીરા ઉદ્યોગપતિની ફેકટરીની લીધી મુલાકાત, જુઓ તસવીરો

ઉર્વશી રાદડિયા સહિત કયા જાણીતા લોક સાહિત્યકારો અને લોક કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે

ભાજપમાં સામેલ થયા બાદ જાણીતા લોક સાહિત્યકાર ઘનશ્યામ લાખાણીએ શું કર્યો મોટો ધડાકો, જાણો વિગત