નવી દિલ્હી: રાજધાનીના મહરોલીમાં આફ્રિકા મૂળના નાગરિકો પર હુમલાના મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. તેની સિવાય 3 વધુ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમની ધરપકડ માટે હાલ રેડ પાડવામાં આવી રહી છે. આ તમામ પ્રશ્ને હાલ રાજનીતિ ગરમ થતી જોવા મળી રહી છે.

હુમલાને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કેંદ્રને નિશાને બનાવ્યું છે. તેમને કેંદ્રને પૂછ્યું છે કે, ‘દિલ્હીમાં કાયદા વ્યવસ્થા કોના હાથમાં છે. દિલ્હીમાં કોનું રાજ છે?’ દિલ્હીના મહરોલીમાં 26 મેની રાત્રે જોરથી ગીત વગાડવાને લઈને થયેલા વિવાદમાં 3 આફ્રિકી નાગરિકોનને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.

દિલ્હીમાં યુગાંડાના ભાઈ-બહેન ઉપર પણ હુમલો થયો છે. 26 મેના રોજ હોસ્પિટલથી પાછા ફરતી વખતે 10 લોકો પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીમાં ગત અઠવાડિયે ઑટો રિઝર્વ કરવાના લઈને થયેલા ઝઘડામાં કાંગોમાં રહેનાર ઓલિવાના કિશનગઢ વિસ્તારમાં ત્રણ યુવકોને ઢોર માર મારીને જાનથી મારી નાંખવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે અગ્રણી ન્યુઝ ચેનલોના એડિટરોની સંસ્થા broadcast editors associationને વીકે સિંહના નિવેદનની નિંદા કરી હતી. સંસ્થાએ કહ્યું છે કે, મોદી સરકાર વી.કે.સિંહ પર લગામ લગાવે. અગાઉ પણ વિદેશી નાગરિકો પર થયેલા હુમલા પછી મોદી સરકાર સખ્ત છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી પોલીસને હુમલા કરનાર લોકો ઉપર સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

વિદેશી નાગરિક પર થયેલા હુમલા મામલે સુષમા સ્વરાજે રાજનાથ સિંહ અને ઉપ-રાજ્યપાલ સાથે વાત-ચીત કરી હતી. તેમને નિવેદન આપ્યું હતું કે, આવી ઘટનાઓથી દેશની છબી ખરાબ થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.