Delhi BMW Accident: દિલ્હીના મોતી નગર વિસ્તારમાં હાઈ સ્પીડ  કારનો કહેર જોવા મળ્યો હતો. અહીં રવિવારે (21 મે) સવારે લગભગ 4 વાગ્યે  BMW કાર ચલાવતી એક મહિલાએ સ્કૂટી સવાર એક વ્યક્તિને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક મહિલાએ પોતે પીડિતને નજીકની એબીજી હોસ્પિટલમાં પહોંચાડવ્યો હતો. જ્યાંથી તેના સંબંધીઓ પીડિતને ઈએસઆઈ હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નીપજ્યું.


આ કેસમાં પોલીસે કલમ 279/337 અને 304A હેઠળ કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી હતી. હાલ આરોપી મહિલાને જામીન મળી ગયા છે. 36 વર્ષીય મૃતક  જે નજીકના બસઈ દારાપુર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે.  તે દવા લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  મહિલા અશોક વિહારની રહેવાસી છે અને ગ્રેટર કૈલાશથી પાર્ટીમાં હાજરી આપીને પોતાના ઘરે જઈ રહી હતી.


પોલીસે કાર કબજે કરી હતી


પોલીસે મહિલાનું મેડિકલ પણ કરાવ્યું છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેણે નશો કર્યો હતો કે નહીં.   પોલીસ આ ઘટના પછી આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે જેથી તે સ્પષ્ટ થઈ શકે કે જ્યારે આ અકસ્માત થયો  તે સમયે કારની સ્પીડ કેટલી હતી. આ ભયાનક અકસ્માત સર્જનાર BMW કારને પોલીસે કબજે કરી લીધું છે. વાહનની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હતો.


જો અકસ્માત દિવસ દરમિયાન થયો હોત તો મોટી નુકશાની થઈ શકી હોત


વાહનની આગળની બંને હેડલાઈટો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. વાહનની આગળની સીટની બંને એરબેગ ખુલ્લી છે અને પાછળની બારીના કાચ તૂટેલા છે. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જનરેટર પણ રાખવામાં આવ્યું હતું, જેમાં કાર અથડાઈ હતી અને જનરેટર પલટી મારીને રોડની બાઉન્ડ્રીમાં અથડાયું હતું. અથડામણને કારણે રોડની બાઉન્ડ્રીને પણ નુકસાન થયું હતું.