નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહેલા કમાન્ડો સુરેંદ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીવાદી કૉંગ્રેસ પાર્ટી એનસીપીમાં જોડાઈ ગયા હતા. સુરેંદ્ર સિંહને દિલ્હી કૈંટથી એનસીપીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ સુરેંદ્ર સિંહની ટીકીટ કાપી હતી. પાર્ટીએ તેમની જગ્યાએ વિરેંદ્ર સિંહ કાદિયાનને ટિકીટ આપી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એનસીપીએ પોતાના સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


સુરેંદ્ર સિંહે ટ્વિટ કરી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. સુરેંદ્ર સિંહે પોતાના રાજીનામની તસવીર શેર કરતા લખ્યું આજે હું ખૂબ દુખી થઈને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે.


આમ આદમી પાર્ટી તરફથી ટિકીટનો ઈનકાર કર્યા બાદ સુરેંદ્ર સિંહે કહ્યું હતું કે તેઓ બીજી કોઈ પાર્ટીમાંથી અથવા તો અપક્ષ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે એનસીપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે.