નવી દિલ્હી: ઝારખંડનું ઝરિયા દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે. દિલ્હીની હવામાં થોડો સુધાર જોવા મળ્યો છે. આ જાણકારી મંગળવારે ગ્રીન પીસ ઈન્ડિયા દ્વારા જાહેર રિપોર્ટમાં આપવામા આવી છે. ઝરરિયા દેશના સૌથી મોટા કોલસા સ્ત્રોતમાંથી એક છે. દિલ્હી સમગ્ર દેશમાં પ્રદૂષણ મામલે 10માં નંબર પર છે જ્યારે એક વર્ષ પહેલા જ આઠમાં ક્રમે હતું.


રિપોર્ટ મુજબ, ઝારખંડ રાજ્યનું ધનબાદ ભારતનું બીજુ સૌથી પ્રદૂષિત શહેર છે, જે તેના કોલસા ભંડાર અને ઉદ્યોગ માટે જાણીતુ છે. દેશભરના 287 શહેરોમાંથી પીએમ 10 ડેટાના વિશ્લેષણના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, મિઝોરમનું લુંગલેઈ સૌથી ઓછુ પ્રદૂષિત છે અને બાદમાં મેઘાલયનું ડૌકી શહેર છે. ટોપના 10 પ્રદૂષિત શહેરોમાં ઉત્તરપ્રદેશના 6 શહેરો છે. જેમાં નોઈડા, ગાજિયાબાદ, બરેલી, ઈલાહાબાદ, મુરાદાબાદ અને ફિરોજાબાદ શહેરોના નામ સામેલ છે.