નવી દિલ્હી: હરિયાણા વિધાનસભામાં કિંગ મેકર બનેલી દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત સમયે દુષ્યંત ચૌટાલાએ પોતાના ઉમેદવારો ઉતારવાની વાત કરી હતી. જેજેપી અને બાજપ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પાર્ટી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. આ પહેલા શિરોમણી અકાલી દળે પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.


દુષ્યંત ચૌટાલા પોતે સામે આવી ને જેજેપી ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે હરિયાની નજીક આવેલી નઝફગઢ અને મુંઢકા બેઠકો પર જેજેપી પોતાના ઉમેદવાર ઉતારશે. આ બંને બેઠકો પર જાટ મતદારો મોટી સંખ્યામાં છે અને તેમની વચ્ચે દુષ્યંતનો ચહેરો ખૂબ જાણીતો છે.

આમ આદમી પાર્ટીને ટક્કર આપવા ભાજપ મહાગઠબંધન બનાવી તેવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. અટકળો ચાલી રહી હતી કે ભાજપ, જેજેપી, અકાલી દળ, એલજેપી અને જેડીયૂ સાથે મળી ચૂંટણી લડશે. પરંતુ CAA પર પોતાનો નિર્ણય જણાવતા અકાલી દળે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. હવે જેજેપીએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.