નવી દિલ્હીઃ કોરોના વાયરસ દિલ્હીમાં વધુને વધુ ખતરનાક રૂપ લઇ રહ્યો છે, દેશમાં દર્દીઓની સંખ્યા 4000ને પાર પહોંચી ગઇ છે, ત્યારે એકલા દિલ્હીમાં 500થી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્રમાંથી મદદ નથી મળી રહી.


હવે આ મામલે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલ બીજેપી સાંસદ ગૌતમ ગંભીર આગળ આવ્યો છે. ગંભીરે કોરોના સામેની લડાઇમાં કેજરીવાલ સરકારને ફંડ આપ્યુ છે.



સરકારે કહ્યું હતુ કે, કોરોના કિટના પૈસા નથી, આને લઇને ગંભીરે પોતાના સાંસદ નિધિમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 50 લાખ રૂપિયાનુ દાન કર્યુ છે. ગંભીરે કહ્યું કે દિલ્હી ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, કોરોના કિટના પૈસા નથી, એટલે કિટની કમી છે.



ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે પોતાના સાંસદ નિધી ફંડમાંથી પીએમ કેયર્સ ફંડમાં પણ એક કરોડ રૂપિયાનુ દાન કર્યુ હતુ. ખાસ વાત છે કે, હાલ દિલ્હીમાં જમાતના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.