આદેશ કુમાર ગુપ્તાએ ટ્વીટ કરતા કહ્યું કે, “ગત અઠવાડિયાથી હળવા તાવ આવ્યા બાદ મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં સતત અસ્વસ્થ અનુભવાતા ફરી ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આમ તો ગત અઠવાડિયાથી ક્વોરન્ટાઈન છું, છતાં પણ મારા સંપર્કમાં આવ્યા હોય તો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો. ”
આ પહેલા દિલ્હી ભાજપ કાર્યાલયમાં રહેતા કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો સહિત 17 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. દિલ્હી ભાજપના મીડિયા સેલના પ્રમુખ અશોક ગોયલે કહ્યું હતું કે, “દિલ્હી ભાજપ કાર્યાલાય પરિસરમાં રહેતા કર્માચારી અને તેમના પરિવારના સભ્યોનો મંગળવારે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા તપાસ કરવામ્ં આવી. જેમાં કુલ 17 લોકો સંક્રમિત થયા છે. ”