નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આજે જોરદાર વિરોધ થયો. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થોડી વાર પહેલા ભાજપ મહિલા મોર્ચાની કાર્યકર્તાઓએ સ્ટેશન પર જઈને દિલ્હીના પીએમ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો છે. સવારે સાત કલાકને 10 મિનિટ પર કેજરીવાલ જેવા જ સ્ટેશન પર પહોંચ્યા કે ભાજપ મહિલા મોર્ચાની કાર્યકર્તા પણ ત્યાં પહોંચી ગઈ.
મહિલાઓની સાથે આપ નેતાઓની વર્તણુકને લઈને વિરોધ
ભાજપ મહિલા કાર્યકર્તાઓનું કહેવું હતું કે, મુખ્યપ્રધાન મહિલાઓને પ્રતાડિત કરનાર તમામ નેતાઓ વિરૂદ્ધ ખુલીને બોલે. તેની સાથે જ આમ આદમી પાર્ટીમાંથી આશુતોષને બહાર કરવામાં આવે. ઉલ્લેખનીય છેકે, આપના પૂર્વ મંત્રી સંદીપ કુમાર પર રાશન કાર્ડ માટે મહિલાનું યૌન શૌષણ કરવાનો આરોપ છે. આ જ આરોપો બાદ આપ નેતા આશુતોષને બ્લોગ લખીને સંદીપનો કથિત રીતે બચાવ કર્યો હતો.
કેજરીવાલ સાથે ધક્કામુક્કીનો પ્રયત્ન કરવામાં આવ્યો
કેજરીવાલની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી. ત્યાં હાજર પોલિસે કોઈપણ રીતે કેજરીવાલને મહિલાઓથી બચાવ્યા. બાદમાં મહિલાઓએ કેજરીવાલ સામે બંગડીઓ પણ બતાવી હતી. બાદમાં પોલિસો અને મહિલાઓ વચ્ચે સ્ટેશન પર ઘર્ષણ પણ જોવા મળ્યું. ટ્રેનમાં ચડ્યા બાદ પણ મહિલાઓ કેજરીવાલની પાછળ પાછળ જઈ રહી હતી.