Manish Sisodia Arrested: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આગામી નાણાકીય વર્ષ માટે દિલ્હી સરકારના બજેટની તૈયારીઓને અસર થઈ શકે છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. સિસોદિયા પાસે નાણાં વિભાગનો હવાલો પણ હતો. વિભાગ હાલમાં બજેટની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.


એક અધિકારીએ કહ્યું હતું કે “વિવિધ વિભાગોએ તેમના બજેટનો અંદાજ, આ વર્ષે ઉપયોગમાં લેવાના બજેટની વિગતો મોકલી છે. હજુ બજેટ ફાઇનલ થયું નથી. વિવિધ વિભાગો માટે ફાળવણી હવે આખરી કરવામાં આવી રહી છે.






અગાઉ બજેટ માર્ચના બીજા સપ્તાહની આસપાસ રજૂ કરવાનું આયોજન હતું, પરંતુ હવે ત્રીજા કે ચોથા સપ્તાહમાં રજૂ થઈ શકે છે. જોકે, 1 એપ્રિલ પહેલા તેને રજૂ કરવાનું રહેશે.


શું આ નેતાને જવાબદારી મળશે?


એક્સાઇઝ પોલિસી મામલે સીબીઆઈની પૂછપરછ પહેલા સિસોદિયાએ બજેટ સંબંધિત ઘણી બેઠકો કરી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોએ જણાવ્યું કે મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોત આ વખતે દિલ્હી સરકારનું બજેટ રજૂ કરી શકે છે.


AAPના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "એવી આશંકા હતી કે CBI નાયબ મુખ્ય પ્રધાનની ધરપકડ કરી શકે છે, ગેહલોત છેલ્લા કેટલાક દિવસોથી બજેટ-સંબંધિત બેઠકોમાં હાજરી આપી રહ્યા હતા. ગેહલોત 2023-24નું બજેટ રજૂ કરી શકે છે. તે આવતા મહિને રજૂ કરવામાં આવનાર છે. સિસોદિયાને જામીન મળશે તો તેઓ બજેટ રજૂ કરશે, પરંતુ જો તેમને જામીન નહીં મળે તો ગેહલોત બજેટ રજૂ કરી શકે છે.


નોંધનીય છે કે મનીષ સિસોદિયા પાસે 18 વિભાગોની જવાબદારી હતી. આમાં સાત વિભાગો એવા છે જે સત્યેન્દ્ર જૈનને આપવામાં આવ્યા હતા. જો કે તે જેલમાં ગયા બાદ આ વિભાગની જવાબદારી સિસોદિયાને સોંપવામા આવી હતી. સિસોદિયા પાસે રોજગાર, PWD, આરોગ્ય, નાણાં, આયોજન, જમીન, વિજિલન્સ , પ્રવાસન, કલા-સંસ્કૃતિ, શ્રમ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, ઉર્જા, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને જળ વિભાગો હતા.


Manish Sisodia CBI Remand: મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, જાણો કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર


Manish Sisodia CBI Remand: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને CBI દ્વારા સોમવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ(Rouse Avenue Court)માં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે તેના રિમાન્ડ અંગે નિર્ણય સંભળાવ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના પાંચ દિવસના રિમાન્ડ CBIને આપ્યા છે. અગાઉ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે સિસોદિયાના કહેવા પર કમિશન 5 કરોડ રૂપિયાથી વધારીને 12 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. પૂછપરછ માટે રિમાન્ડની જરૂર છે