મનમોહન સિંહે આ કાર્યક્રમ દરમિયાન દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નેહરુએ અશાંત અને વિષમ સ્થિતિઓમાં ભારતનું નેતૃત્વ કર્યું જ્યારે ભારતે જીવનને લોકતાંત્રિક તરીકે અપનાવ્યો હતો, જેમાં વિવિધ સમાજિક તથા રાજનીતિક વિચારોનની સમાયોજન કરી હતી.
તેઓએ કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ એક એવો વર્ગ છે જેનામાં કાં તો ઈતિહાસ વાંચવાનું ધૈર્ય નથી કાં તો જાણીજોઈને પોતાના પૂર્વાગ્રહોથી સંચાલિત તથા દિશાનિર્દેશિત થવા માંગે છે. તેઓ નેહરુની ખરાબ છબી રજૂ કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરી કરે છે. પરંતુ મને વિશ્વાસ છે કે ઈતિહાસમાં ખોટા આક્ષેપોને નકારવા તથા તમામ વસ્તુઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુકવાની ક્ષમતા છે.”
પુરષોત્તમ અગ્રવાલ અને રાધા કૃષ્ણ દ્વારા લિખિત ‘હુ ઈઝ ભારત માતા’ નામના પુસ્તકમાં નેહરુજીની ક્લાસિક પુસ્તક: ઑટોબાયોગ્રાફી, ગ્લિમ્પસેજ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને ડિસ્કવરી ઓફ ઈન્ડિયા, આઝાધી પહેલા અને બાદના તેમના ભાષણો, લેખ, પત્ર તથા કેટલાક સનસનીખેજ કેટલાક ઇન્ટરવ્યૂ છે.
મનમોહન સિંહે કહ્યું કે, “વર્તમાન સમયમાં આ પુસ્તકની ખાસ પ્રાસંગિકતા છે જ્યારે રાષ્ટ્રવાદ અને ભારત માતાની જયના નારા ભારતને ઉગ્રવાદી તથા વિશુદ્ધ ભાવનાત્મક વિચારના નિર્માણ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એક એવો વિચાર જેમાં લાખો રહેવાસી અને નાગરિકો સામેલ નથી. ”