નવી દિલ્હી: નવી દિલ્હીં: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 62મો એપિસોડ હતો. કાર્યક્રમમાં પીએમ મોદીએ હુનર હાટથી લઈને ભાગીરથી અમ્માનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ માઉન્ટ એકોનગોવાને સર કરનાર 12 વર્ષીય કામ્યા કાર્તિકેયનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની ઉપલબ્ધિ લોકોને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. જે દેશ ફીટ હશે, તે હંમેશા હીટ રહેશે.


પીએમ મોદીએ દિલ્હીના હુનર હાટમાં ખાધેલા લિટ્ટી-ચોખાને ખૂબજ સ્વાદિષ્ટ વાગની ગણાવી અને લોકોને અપીલ કરી કે હુનર હાટ જઈને દેશભરમાંથી ભેગા થયેલા કલાકારોને મળે.

પીએમ મોદીએ કહ્યું, 105 વર્ષીય ભાગીરથી અમ્માની કહાની સાંભળીને તમે હેરાન થઈ જશો. કેરળના કોલ્લમના રહેવાસી ભાગીરથી અમ્માએ 105 વર્ષની ઉંમરમાં સ્કૂલ શરૂ કરી અને તેમણે માત્ર ધોરણ 4ની પરીક્ષા આપી હતી. જેમાં 75 ટકા માર્ક્સ મેળવ્યા. ભાગીરથી અમ્મા જેવા લોકો આ દેશની તાકાત છે.

માઉન્ટ એકોનગોવાને સર કરનારી કામ્યાને અભિનંદ. દક્ષિણ અમેરિકામાં સ્થિતિ 7000 મીટર ઉંચા પહાડ પર કામ્યાએ સૌપ્રથમ આપણા દેશનો તિરંગો ફરકાવ્યો. કામ્યા મિશન સાહસ પર છે કામ્યા, તે તમામ મહાદ્વીપોની સૌથી ઉંચા પહાડોને સર કરવાના પ્રયાસમાં લાગેલી છે.

યુવાનોને વિજ્ઞાન સાથે જોડવા માટે ઈસરોએ ‘યુવિકા’ કાર્યક્રમને લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમ આપણા જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના વિઝન ને અનુરુપ છે.

આપણનું નવ ભારત હવે જૂના અપ્રોચ સાથે ચલવા માટે તૈયાર નથી. ખાસ કરીને ન્યૂ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધવા માટે તે પડકારોને હાથમાં લઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું, બિહારના પૂર્ણિયાની કહાની દેશના લોકો માટે પ્રેરણા આપનારી છે. વિષમ પરિસ્થિતિઓમાં પણ પૂર્ણિયાની કેટલીક મહિલાઓએ એક અલગ રસ્તો અપનાવ્યો. પહેલા આ વિસ્તારની મહિલાઓને શેતૂર ઝાડ પરથી રેશમના કીડાથી કોકુન તૈયાર કરતી હતી. જેની પહેલા ખૂજબજ ઓછી કિંમત મળતી હતી. આજે તસવીર બદલી નાંખી છે.

પીએમ મોદીએ 26 જાન્યુઆરીએ ગત મન કી બાતમાં લોકોને નવા દાયકામાં નવા સંકલ્પ સાથે ભારત માતાની સેવા કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દુનિયાને ભારત પાસે જે આશા છે, તેને તેઓ પૂરી કરશે.