Delhi Election Result 2020: દિલ્હી વિધાનસભા ચૂંટણીની રેસમાં આજે મોટું પરિણામ આવવા જઇ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીતનો નક્કી છે તેવો વિશ્વાસ છે જોકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે, ફટાકડા ફોડીને જીતનું જશ્ન મનાવતાં નહીં.


પાર્ટીના પદાધિકારીઓએ કહ્યું હતું કે, આજે દિલ્હી વિધાનસભાનું પરિણામ આવવાનું છે ત્યારે જીતના જશ્ન માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ કેજરીવાલે કાર્યકર્તાઓને ફટાકડા ફોડવાની ના પાડી છે કારણ કે, આનાથી પ્રદુષણ ફેલાય છે. આઈટીઓ પર સ્થિત પાર્ટી કાર્યાલયમાં જીતનું જશ્ન મનાવવા માટે મિઠાઈ અને નમકીન મંગાવવામાં આવ્યું છે.

તમામ એક્ઝિટ પોલમાં આપની જીતનો દાવો કરવામાં આવ્યો છે. એબીપી ન્યુજ અને સી વોટરના પ્રમાણે, દિલ્હીની કુલ 70 વિધાસનભા બેઠકોમાં આમ આદમી પાર્ટીને 51થી 65 બેઠકો મળી શકે છે. બીજેપીના ખાતામાં 3છી 17 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 0થી 3 બેઠકો પર જ સંતોષ માનવો પડશે. એક્ઝિટ પોલને લઈને બીજેપી અને કોંગ્રેસે કહ્યું હતું કે, પરિણામ એક્ઝિટ પોલથી અલગ જ આવશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરી વોટિંગ કરવામાં આવ્યું હતું. હાલ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ બીજા નંબર પર છે જોકે કોંગ્રેસે તો હજુ સુધી ખાતુ જ ખોલ્યું નથી.