મુંબઈઃ મહારાષ્ટ્રનાં એક મહિલા આઇ.એ.એસ. અધિકારી નીધિ ચૌધરીએ ટ્વીટ કરી રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની હત્યા બદલ નથુરામ ગોડસેનો આભાર માન્યો છે. આ ઉપરાંત ચલણી નોટોમાંથી ગાંધીજીની તસવીર અને વિશ્વભરની ગાંધીજીની પ્રતિમાઓને હટાવવા પણ અપીલ કરી હતી.



આ ટ્વિટ અંગે ભારે હોબાળો થતાં તેમણે યુ ટર્ન લઇ ટ્વીટ ડિલીટ કરી માફી માગી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે, તેમના ટ્વીટનો જુદો જ અર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે માત્ર વ્યંગ માટે આ ટ્વિટ કરી હતી. કોંગ્રેસ અને એન.સી.પી.એ આ મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.


મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશનર નીધિ ચૌધરીએ ટ્વીટ કર્યુ હતું કે, વિશ્વભરમાં સ્થાપિત કરાયેલી ગાંધીજીની પ્રતિમાઓને હટાવી લેવી જોઇએ. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અશોક ચવાણે કહ્યું હતું કે, સરકારે પણ તેનું વલણ સ્પષ્ટ કરવું પડશે કે તે ગાંધીની વિચારધારામાં માને છે કે પછી ગોડસેની વિચારધારામાં માને છે.