મુખ્યમંત્રી કેજરીવાલ રોજ બપોરે દિલ્હીમાં કોરોનાને લઈને પ્રેસ કોન્ફરસ કરે છે. પરંતુ તાવ અને ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમણે ખુદને આઇસોલેટ કરી લીધા છે. સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે. કેજરીવાલને તાવ આવ્યા બાદ જ તમામ સરકારી બેઠકોથી ખુદને અલગ કરી લીધા હતા.
દિલ્હીમાં સતત કોરોના દર્દીની સંખ્યા વધી રહીછે. દર્દીનો આંકડો 27,654એ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 761 લોકોના મોત થયા છે. દિલ્હીમાં હાલમાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે.
જણાવીએ કેલ ગઈકાલે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.