નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, અને તેના બીજા દિવસે અખબારોમાં ફ્રી એપની ફૂલ જાહેરાત જોવા મળી હતી. પેટીએમ, ફ્રીચાર્જ, ઓલા અને સ્નેપડીલના કેશ ફ્રી ટ્રાંજેક્શનની ફૂલ પેજ જાહેરાત આપી છે. પેટીએમે તો પોતાની જાહેરાતમાં નરેંદ્ર મોદીની તસવીર આપી છે. રિલાયંસે પણ પોતાના જીયો સ્ક્રીમમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની તસવીરનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીની જૂની નોટો બંધ કરવાની જાહેરાતના 24 કલાકની અંદર પેટીએમને ઘણો ફાયદો થયો છે. પેટીએમના ઈ-વોલેટમાં પૈસા નાખવામાં 100 ટકાનો વધારો થયો છે. તેના પછી અનેક સવાલો ઉભા થવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સે પૂછ્યું છે કે શુ પીએમ મોદી ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પેટીએમની જાહેરાત કરી રહ્યા છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમને પોતાના ટ્વિટર એકાઉંટ પર લખ્યું છે, ‘પીએમ મોદીની જાહેરાતથી સૌથી મોટો ફાયદો પેટીએમને થયો છે. આગલા દિવસે પીએમની તસવીર જાહેરાતોમાં જોવા મળી હતી. મિસ્ટર પીએમ, ડીલ શું છે? જ્યારે બીજી ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે, ‘બિલકુલ શરમજનક’. શું લોકો ઈચ્છે છે કે તેમના પીએમ પ્રાઈવેટ કંપનીઓ માટે મૉડલિંગ કરે. કાલે આ કંપનીઓ કંઈક ખોટું કરશે તો તેમના વિરુદ્ધ કોણ કાર્યવાહી કરશે?’