નવી દિલ્હીઃ 500 અને 1000 રૂપિયીની નોટ બંધ કરવા અને નવી 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત બાદ સરકારે આજે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર ટૂંકમાંજ નવી ડીઝાઈન સાથે 1000 રૂપિયાની નોટ બહાર પાડશે. આર્થિક મામલના સચિવ શક્તિકાંતા દાસે આજે આ જાણકારી આપી છે. શક્તિકાંતા દાસના જણાવ્યાનુસાર, સરકાર ટૂંકમાં જ નવી ડીઝાઈન અને ડાઈમેંશન સાથે 1000 રૂપિયાની નોટ બહાર પાડશે.