કેજરીવાલે રહ્યું- અદાણી પર કાર્યવાહી કેમ નથી કરતા મોદી, વિજેંદ્ર ગુપ્તાને સદનમાંથી બહાર કાઢ્યા
abpasmita.in | 15 Nov 2016 05:02 PM (IST)
નવી દિલ્લી: દિલ્લી વિધાનસભામાં 500 અને 1000 રૂપિયાની નોટબંદી પર એક દિવસનું વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મંગળવારે વિધાનસભામાં સત્ર દરમિયાન જોરદાર હંગામો થયો હતો. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના અમીર મિત્રોને પહેલાથી જાણ કરી નોટબંદીની ખબર આપી તેમને ચેતવી દીધા હતા. તેમને કહ્યું કે પીએમ નરેંદ્ર મોદી ઉદ્યોગપતિ અદાણી પર કાર્યવાહી કેમ નથી કરતા. જ્યારે વિશેષ સત્ર દરમિયાન વિધાનસભામાં હંગામો કરનાર બીજેપી ધારાસભ્ય વિજેંદ્ર ગુપ્તા મોડે સુધી શાંત ન થયા તો સ્પીકરે માર્શલોં મારફતે તેમને સદનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ આટલેથી રોકાયા નહોતા, તેમને કહ્યું કે બેંકોના કર્જદાર અને દારૂના વેપારી વિજય માલ્યાને બીજેપીએ જ 8000 કરોડ લઈને વિદેશ ભગાડી મૂક્યો હતો. તેમને સદનમાં એવા સવાલ પણ કર્યા હતા કે પોતાની પુત્રીના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કરનાર જનાર્દન રેડ્ડીના ઘરે સીબીઆઈ કેમ નથી જતી..