વી દિલ્લીઃ એક 1000 અને 500 રૂપિયાની જુની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કેંદ્ર સરકારના નિર્ણયને રદ્દ કરવાની માંગ સાથે બે અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઇ હતી. જેમા નોટ પ્રતિબંધના નિર્ણય પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો. કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 ની બદલામાં 2000 અને 500 ની નવી ચલણી નોટો બહાર પાડી હતી. સરકારના આ નિર્ણયથી દેશની આમ જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જુની નોટો બદલવા માટે 50 દિવસનો મસય આપ્યો છે. પરંતુ બેંક અને એટીએમ બે દિવસ બંધ રહેતા આમ લોકો ઘણી મુશ્કેલીમાં મુકાય ગયા હતા. લોકોની આ મુ્શ્કેલી જોતા સુપ્રિમ કોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો સ્વીકાર સુપ્રિમ કોર્ટમાં એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે, નોટો પર પ્રતિબંધથી નાગરિકોના જીવન અને વેપાર સહિત અન્ય અધિકારોનું ઉલ્લંખન થાય છે.

કેંદ્ર તરફથી ખોટી ચલણી નોટો અને કાળુનાણું, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉદેશ્યથી લેવામાં આવેલા નિર્ણયથી વ્યક્તિગત રૂપથી અલગ અલગ જાહેરહીત અરજી દાખલ કરનાર બે પીઠો સમક્ષ અવલંબ સુનવણી માટે મામલાને રાખવામાં આવ્યો હતો.