નવી દિલ્લીઃ 500 અને 1000 રૂપિયાની જુની નોટ બંધ કર્યા બાદ આમ લોકોને પડી રહેલી મુશ્કેલીમાં રહાત મળી શકે છે. ટુંક સમયમાં 2 લાખ માઇક્રો ATM શરૂ થવાના છે. સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પર 1.1 લાખ માઇક્રો ATM અને શહેરી વિસ્તારોમાં લગભગ 90000 માઇક્રો ATM શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. હાલમાં માઇક્રો ATM દ્વારા દર અઠવાડીયે 70,000 નું ટ્રાંજેક્શન થાય છે. આ કારણે સરકારને આશા છે કે, આ બેંક બ્રાંચથી ATM પર દબાણ ઓછું થશે.


મીનિસ્ટ્રી ઑફ ફાયનાન્સના ડિરેક્ટર (FI) DFS અશોક કુમાર સિંહે કહ્યું હતું કે, માઇક્રો-ATM ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેટલી વધુ આ ATMનો ઉપયોગ વધશે તેટલી લોકોને રાહત મળશે. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, થોડા મહિનામાં કૉરનસપૉન્ડેંટ પૉઇન્ટ્સ પર ટ્રાંજેક્શન સંખ્યા ડબલ કરી દેવામાં આવી છે. આગામી 6 મહિનામાં ઇંટરઑપરેબલ ટ્રાંજેક્શંસ 10 ગણું વધી જશે.

માઇક્રો ATM હેંડહેલ્ડ ડિવાઇસ છે જેમાં GPRS હોય છે. તેમા ફિંગરપ્રિંટ સ્કેનર પણ હોય છે. જે તેને આધાર અનુકૂળ બનાવે છે. જેમાં ગ્રાહકોએ ATM ની જેમ પોતાના ડેબિટ કાર્ડને ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે કોર્ડને સ્વાઇપ કરવામાં આવે છે તો ATM આના કૌર બેકિંગ સિસ્ટમથી કનેક્ટ કરી આપે છે. અને તેમના અકાંઉટ્સ ડેબિટ અને ક્રેડિટ થઇ જાય છે.

સરકારે નિવેદનમાં જણાવ્યું હતુ કે, દેશભરમાં મોટી સંખ્યામાં માઇક્રો ATM તૈનાત કરવામાં આવે છે. નવી કરંસીમાં ડિસ્બર્સમેંટમાં તેમજ સરકારે બિઝનેસ કૉરસપૉન્ડેંસ માટે કૈશ હૉલ્ડિંગ લિમિટને પણ વધારીને 50,000 સુધી કરી દીધી છે. હવે રેપ્રિજેંટટ્વ્સને અનલિમિટેડ કેશ કાઢવાની ઇજાજત હશે, પહેલા એક દિવસમાં જ કેશ કાઢી શક્તા હતા.

સરકાર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં માઇક્રો-ATMની સંખ્યા વધારવાની તૈયારી કરી રહી છે. સિંહે જણાવ્યું હતું કે, 6 મહિનામાં 1.5 થી 2 લાખ નવા પૉઇન્ટ્સ જોડવામાં આવશે અને ત્યાર બાદ એક વર્ષમાં 4 લાખના આકંડ સુધી પહોંચાડવામાં આવશે. સરકારની ઇચ્છા રાશનની દુકાનોમાં (PDS) બિઝનેસ કૉરસ્પૉન્ડેંસની જેમ બનાવાનું છે. તેની સંખ્યા અંદાજે 5.5 લાખ છે.

નાણાં મંત્રાલયને જલ્દી લૉંચ કરવામાં આવતા પોસ્ટલ પેમેન્ટ્સ બેંકોનો પણ સહારો મળશે. પહેલાથી સરકાર માઇક્રો એટીએમ પર નકલી કરંસી ડિપૉજિટ કરવાના અમુક મુદ્દાનો સામનો કરવો પડી રહ્યો છે. આ નેટર્વકમાં ખોટા ઉપયોગને રોકવા માટે જમા કરાવવા અને રોકડ કાઢવા માટે 2000 રૂપિયા સુધી સિમિત કરી દીધા છે.