નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અરવિંદ કેજરીવાલ ઉંઘતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીર એ સમયની છે જ્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદી લાલ કિલ્લાથી ભાષણ આપી રહ્યા હતા. કેજરીવાલની આ તસ્વીર સામે આવ્યા પછી લોકોએ સોશિયલ મીડિયા પર શેયર કરવાનું ચાલુ કરી દીધું હતું.

આ ફોટોમાં કેજરીવાલની સાથે તેમની પત્ની પણ સાથે બેઠેલી જોવા મળી અને બાજુની સીટ પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પણ બેઠા હતા. જ્યારે કેજરીવાલની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો આપ નેતા તેના બચાવમાં ઉતર્યા હતા અને પલટવાર કરતાં કહ્યું, આ હરકત બીજેપી નેતાઓએ સોશિયલ મીડિયામાં વહેતી કરી છે.

આપના નેતા આશુતોષે ટ્વીટ કરી કેજરીવાલનો બચાવ કર્યો હતો. આશુતોષે પીએમ મોદીની સ્પીચને બોરિંગ ગણાવતા એક તસ્વીર શેયર કરી હતી, તેમાં નાંણા મંત્રી અરૂણ જેટલી પણ બંધ આંખોની સાથે જોવા મળ્યા હતા. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આ ફોટોની સાથે ટ્વિટ કરતા મોદીની સ્પીચને બોરિંગ ગણાવી હતી.