SBI Recruitment New Rules:  દિલ્હી કમિશન ફોર વુમન (DCW) એ SBIને નોટિસ જારી કરીને 3 મહિનાથી વધુ ઉંમરની સગર્ભા મહિલાઓને 'અસ્થાયી રૂપે અયોગ્ય' તરીકે સેવામાં જોડાવાથી પ્રતિબંધિત કરતી માર્ગદર્શિકા પાછી ખેંચવાની માંગ કરી છે. DCWના વડા સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર છે.


તાજેતરમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગર્ભવતી મહિલા ઉમેદવારો માટે ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક અનુસાર નવા નિયમો હેઠળ ત્રણ મહિનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલા ઉમેદવારોને નવી ભરતીના કિસ્સામાં 'અસ્થાયી રૂપે અયોગ્ય' ગણવામાં આવશે. તેઓ ડિલિવરી પછી ચાર મહિનાની અંદર બેંકમાં જોડાઈ શકે છે.


SBI એ નવી ભરતી અથવા પ્રમોશન માટે તેની નવી મેડિકલ ફિટનેસ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ત્રણ મહિનાથી ઓછી ગર્ભવતી મહિલા ઉમેદવારોને 'ફિટ' ગણવામાં આવશે. જો 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ફિટનેસ ધોરણો અનુસાર ગર્ભાવસ્થા ત્રણ મહિનાથી વધુ હોય તો મહિલા ઉમેદવારને અસ્થાયી રૂપે અયોગ્ય ગણવામાં આવશે. આ સ્થિતિમાં તેમને બાળકના જન્મ પછી ચાર મહિનાની અંદર જોડાવાની મંજૂરી આપવામાં આવી શકે છે.






SBI ની આ સર્વિસ થઈ મોંઘી


દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 1 ફેબ્રુઆરી, 2022થી ગ્રાહકો પાસેથી નવો ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે. બેંક SBI શાખાઓમાંથી કરવામાં આવેલ IMPS પર સર્વિસ ચાર્જ વસૂલશે. આ ચાર્જ વસૂલવા માટે SBIએ નવો સ્લેબ તૈયાર કર્યો છે.


IMPS મોંઘું થયું


નવા સ્લેબ હેઠળ, ગ્રાહકોએ બેંક શાખાઓમાંથી રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીના IMPS (ત્વરિત ચુકવણી સેવા) વ્યવહારો પર રૂ. 20 + GST ​​વત્તા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરી, 2022થી લાગુ થવા જઈ રહ્યો છે.


બેંક શાખાઓમાંથી કરવામાં આવેલા વ્યવહારો માટે, રૂ. 1,000 થી રૂ. 10,000 વચ્ચેના વ્યવહારો માટે 2 રૂપિયા + GST ​​ચૂકવવો પડશે. IMPS પર રૂ. 10,000 થી રૂ. 1,00,000 ની વચ્ચે રૂ. 4+ GST ​​ચૂકવવા પડે છે અને રૂ. 1 લાખથી રૂ. 2 લાખની વચ્ચે IMPS પર રૂ. 12+ GST ​​ચૂકવવામાં પડે છે.


ઓનલાઈન ટ્રાન્સફર પર કોઈ ચાર્જ નથી


જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે બેંક 5 લાખ રૂપિયા સુધીના ઓનલાઈન IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ સર્વિસ ચાર્જ વસૂલશે નહીં. SBIએ આ નિર્ણય ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે લીધો છે. અગાઉ, 2 લાખ રૂપિયા સુધીના IMPS (તત્કાલ ચુકવણી સેવા) ટ્રાન્ઝેક્શન પર કોઈ સર્વિસ ચાર્જ વસૂલવામાં આવતો ન હતો.


ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન મળશે


એસબીઆઈએ કહ્યું છે કે ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે, બેંક હવે યોનો સહિત ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ દ્વારા કરવામાં આવેલા 5 લાખ રૂપિયા સુધીના ઓનલાઈન IMPS ટ્રાન્ઝેક્શન માટે કોઈ સર્વિસ ચાર્જ વસૂલશે નહીં.


IMPS એક લોકપ્રિય માધ્યમ છે


IMPS (ત્વરિત ચુકવણી સેવા) ગ્રાહકોમાં NEFT અને RTGS કરતાં વધુ લોકપ્રિય છે. કારણ કે ગ્રાહકો 24 કલાકમાં ગમે ત્યારે IMPS દ્વારા ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર કરી શકે છે.