નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. બીજેપીના મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસા સહિત અન્ય નેતાઓની હાજરીમાં મારવાહ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા હતા.






દિલ્હીની જંગપુરા વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મારવાહ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના સંસદીય સચિવ રહી ચૂક્યા છે. મારવાહનું ભાજપમાં સ્વાગત કરતાં તાવડેએ કહ્યું કે પાર્ટી તેમને તેમની ક્ષમતા અનુસાર જવાબદારી આપશે.


પાર્ટીની સદસ્યતા લીધા બાદ પોતાના સંબોધનમાં મારવાહે કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવશે ત્યાં સુધી કોઈપણ પદ અને લોભ વગર તેઓ ભાજપની સેવા કરતા રહેશે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ટીકા કરતા કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીમાં નેતાઓનું સન્માન નથી થતું અને પાર્ટી માટે બલિદાન આપનારાઓની અવગણના કરવામાં આવે છે, તેથી દુખી થઇને તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.


મારવાહે કહ્યું કે તેઓ છેલ્લા દોઢ વર્ષથી રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગી રહ્યા છે પરંતુ આજ સુધી તેમને સમય મળ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'જેઓ પરિચારક બનવા માટે યોગ્ય નથી તેમને પ્રવક્તા બનાવવામાં આવે છે. એવા અનેક મહાસચિવો છે જેમને કોઇ ઓળખતું પણ નથી. ચૂંટણી હારનારાઓને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. તેમણે કોગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ જી-20માં સામેલ નેતાઓને આગ્રહ કર્યો હતો કે તે ભાજપમાં સામેલ થઇ જાય જ્યાં તેઓને સન્માન મળશે.


 


નવાઝુદ્દીનની પત્ની પર છેતરપિંડીનો આરોપ, 'હોલી કાઉ'ના ક્રિએટિવ પ્રૉડ્યૂસરનો દાવો- આલિયા સિદ્દીએ 33 લાખ નથી આપ્યા


WhatsAppના ત્રણ એવા ફિચર્સ જેના આવતા જ બદલાઇ જશે યૂઝર્સનો એક્સપીરિયન્સ, જાણો શું બની જશે સરળ......


Alwar Crime: ધોળેદિવસે બેન્કમાં ઘૂસ્યા લૂંટારુઓ ને માત્ર 7 મિનીટમાં 1 કરોડ લૂંટીને ફરાર, જુઓ વીડિયો


Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે બંધાશે લગ્નના બંધનમાં, જાણો કોણ છે તેની થનારી પત્ની