નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની અને પ્રૉડ્યૂસર આલિયા સિદ્દીકીની ફિલ્મ ‘હોલી કાઉ’ની રિલીઝ ડેટ તાજેતરમાં જ એનાઉન્સ થઇ છે. આ ફિલ્મ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે ફિલ્મના ક્રિએટિવ પ્રૉડ્યૂસર મંજૂ ગઢવાલે આલિયા સિદ્દીકી પર સંગીન આરોપ લગાવ્યા છે. મંજૂનો દાવો છે કે આલિયા તેના પેમેન્ટની બાકીને રકમ લગભગ 33 લાખ રૂપિયા છેલ્લા સાડા ત્રણ વર્ષોથી નથી આપી રહી. આ મામલામાં ફરિયાદ પણ નોંધાવી છે. 


આ ઘટના અંગે વાતચીત કરતા ક્રિએટિવ પ્રૉડ્યૂસર મંજૂએ મીડિયાને કહ્યું કે... 'ઉજૈજન તથા અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્યાં આલિયાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવી હતી. પોલીસ આલિયાની દલીલોથી સંતુષ્ટ નથી અને તેની વિરુદ્ધ FIR કરશે. 


આલિયા વિરુદ્ધ મુંબઈમાં સિને સંગઠન ફેડરેશનમાં પણ કેસ છે. આલિયા અહીંયા પણ બે મહિનાથી આવી નથી.' 'સાડા ત્રણ વર્ષ પહેલાં 'હોલી કાઉ'નું પ્રોડક્શન શરૂ કર્યું હતું. જ્યારે ફિલ્મ સેટ પર આવી તો ફાઇનાન્સરએ હાથ ઊંચા કરી દીધા હતા. 


મેં ઝી5 તથા અન્ય ફાઈનાન્સર સાથે વાત કરીને ફિલ્મમાં રોકાણ કરવા અંગે સમજાવ્યા હતા. જોકે, તેમ થયું નહીં અને આલિયાએ મારા પેરેન્ટ્સ પાસેથી પૈસા લીધા હતા. તેણે એમ કહ્યું હતું કે તે બે અઠવાડિયામાં પૈસા પરત આપશે. મારું કુલ પેમેન્ટ 53 લાખ રૂપિયા છે અને આલિયાએ 22 લાખ પરત આપ્યા છે. 33 લાખ હજી પણ બાકી છે. મારી સાથે ફિલ્મના ક્રૂ મેમ્બર્સને પણ 7 લાખ રૂપિયા મળ્યા નથી. મારી પાસે તમામ પુરાવા છે.'


આ પણ વાંચો........ 


રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર


Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ


LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા


Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ


Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ