નવી દિલ્હી: દિલ્હીને આવતીકાલે નવા કૉંગ્રેસ અધ્યક્ષ મળી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ આ પદ ખાલી હતું. શીલા દીક્ષિતના અવસાન થયાના બે મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ પાર્ટીએ દિલ્હીના કૉગ્રેસ અધ્યક્ષની કોઈ જાહેરાત કરી નથી. શીલાને લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા.


સૂત્રો અનુસાર, શુક્રવારે નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી શકે છે. અધ્યક્ષ પદની રેસમાં દિલ્હીના પૂર્વ ચાર અધ્યક્ષોના નામ ચાલી રહ્યાં છે. અજય માકન, જેપી અગ્રવાલ, અરવિન્દર સિંહ લવલી અને સુભાષ ચોપડામાંથી પાર્ટી કોઈ એકના નામની પસંદગી કરી છે. આ ચાર સિવાય ત્રણ કાર્યકારી અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ, રાજેશ લિલોઠિયા અને હારુન યૂસુફનું નામ પણ સામેલ છે.

શીલા દિક્ષિતના પૂત્ર અને વરિષ્ઠ નેતા સંદિપ દિક્ષિત અને કીર્તિ આઝાદને પણ અધ્યક્ષ પદની કમાન મળી શકે છે. એવામાં કુલ નવ લોકો અધ્યક્ષ પદની રેસમાં છે. સૂત્રો અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીના અધ્યક્ષનો નિર્ણય કરશે.