નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર ઘટવા લાગ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 100થી ઓછા નવા કેસ નોંધાયા છે. જે ચાલુ વર્ષે એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે 89 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.  જ્યારે 11 દર્દીના મોત થયા હતા. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1996 છે. સંક્રમણ દર ઘટીને 0.16 ટકા થઈ ગયો છે.


સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં 14,32,381 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને તેમાંથી 14,05,460 કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 24,925 દર્દીના મોત થયા છે. રવિવારે રાજધાનીમાં 124 કેસ નોંધાયા હતા અને 7 દર્દીના મોત થયા હતા.






દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.


દેશમાં સતત 39માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસોમાં 30 લાખ 39 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 24 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 14 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.