નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં સંક્રમણ નથી મળતું.
કોરોના સંક્રમણના કારણે દર્દીના મોત થયા બાદ વાયરસ નિષ્કિય થઇ જાય છે. જેના કારણે તેનાથી અન્યને સંક્રમણ લાગવાની આશંકા પણ ખતમ થઇ જાય છે. જો કે સાવધાની માટે કોવિડના મૃતકના અંતિમ સંસ્કાર પ્રોટોકોલ દ્રારા જ કરવા હિતાવહ છે તેમજ આવશ્યક છે.
નવી દિલ્લી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ફોરેન્સ્કિ નિષ્ણાતના અધ્યનમાં એક ખુલાસો થયો છે. કે દર્દીના મૃત્યુના 24 કલાક બાદ નાક કે મોંમાં સંક્રમણ નથી મળતું. આ અધ્યન માટે એમ્સના ડોક્ટરે 100 શબનું પરીક્ષણ કર્યું હતુ. જે તમામ 100 લોકોના મોત કોવિડના કારણે થયા હતા. મોત બાદ જ્યારે તેની બોડી તપાસ કરાઇ તો તેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.
એમ્સ ફોરેન્સિક વિભાદધ્યક્ષ ડો. સુધીર કુમાર ગુપ્તાએ કહ્યું કે, શબ દ્રારા કોરોના વાયરસ ફેલાઇ શકે કે નહી આ મુદ્દે તથ્યો જાણવા માટે પાયલટ અધ્યન કરવામાં આવ્યું. આ અધ્યનનમાં જેનું કોરોનાથી મોત થયું હતો તેના નાક અને ગળાના સ્વેબ લેવામાં આવ્યો આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. આ અધ્યનનનું તારણ છે કે, શબમાં કોરોના વાયરસ નથી હોતો.
જો કે મોતના થોડા કલાક બાદ શબમાંથી નીકળતા તરલીય પદાર્થને લઇને સાવધાન રહેવું જરૂરી છે. આ માટે ભારત સરકારે એમ્સના ફોરેન્સિક વિશેષજ્ઞોની સલાહ પર દિશા નિર્દેશ બનાવવામાં આવ્યાં છે. આ અધ્યન એટલા માટે પણ જરૂરી છે કે, દિલ્લીમાં કોવિડથી મોત થતાં લોકો પરિજનનો શબને સ્માશાન ઘાટ પર છોડી જતાં રહેતા હતા અને કોઇ અસ્થિ લેવા પણ ન હતા આવતા. આ કારણે સ્મશાનમાં અસ્થિકુભનો પણ ભરાવો થતો જોવા મળ્યો હતો.
ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, જો કોઇ વ્યક્તિનું કોરોના સંક્રમણથી મોત થઇ જાય તો તેના નાકમાં રૂમાં નાખીને મોટી પરત વાળી પોલિથીનમાં લપેટી દેવામાં આવે તો સંક્રમણનો ખતરો નથી રહેતો