અમૃતસરઃ ખેડૂતોની ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની વિવિધ બોર્ડર પર મહિનાઓથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને અનેક વખત વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ બધા વચ્ચે આજે એક સમયે મોદીના ખાસ અને ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુએ તેના ઘરની બહાર કાળો ઝંડો ફરકાવ્યો હતો.


પંજાબના ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુએ તેના પટિયાલા અને અમૃતસરમાં આવેલા મકાનમાં ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધમાં કાળો ઝંડો ફરકાવ્યો હતો. ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યો છે પરંતુ સરકાર આ કાયદાઓ ખેડૂતોના હિતમાં હોવાની વાત કરી રહી છે.



દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડો થયો છે. જ્યારે મૃત્યુઆંક ત્રણ લાખને પાર કરી ગયો છે.  


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3511 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,26,850 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 69 લાખ 48 હજાર 874

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 40 લાખ 54 હજાર 861

  • કુલ એક્ટિવ કેસ - 25 લાખ 86 હજાર 782

  • કુલ મોત - 3 લાખ 07 હજાર 231


19 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 85 લાખ 38 હજાર 999 ડોઝ આપવામાં આવ્યા છે.


કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,25,94,176 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 24 મે ના રોજ 20,58,112 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 


કોરોના થાય પછી 60 હજાર રૂપિયાની આ દવા લેવાથી હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવા લઈને થયેલા સાજા