નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં દોષિતોને આવતીકાલે ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન તિહાડ જેલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિનયને છોડીને અન્ય ત્રણેય દોષિતોને ફાંસી આપવામાં આવી શકે છે. જેલ વહીવટીતંત્રએ કહ્યું કે, તિહાડ જેલ તરફથી કહેવામાં આવ્યું છે કે વિનયની દયા અરજી પેન્ડિંગ છે જેના કારણે તેને છોડીને અન્ય ત્રણની એક અરજી પેન્ડિંગ નથી. આ મામલાને લઇને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આજે કોઇ પણ સમયે ચુકાદો આપી શકે છે.


નિર્ભયા કેસના દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું કે ,સુપ્રીમ કોર્ટના જજ અને દેશના રાષ્ટ્રપતિ ભગવાન થી. તે પણ ભૂલ કરી શકે છે. વકીલનું આ નિવેદન દોષિત અક્ષય ઠાકુરની ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની એક બેન્ચે દોષિતોની ફાંસીની સજાને રોકવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. નિર્ભયા કેસના દોષિતોને આવતીકાલે ફાંસી પર લટકાવવામાં  આવશે.


નોંધનીય છે કે નિર્ભયા કેસના દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આ મહિનામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના તમામ દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. આ વોરંટમાં નિર્ભયા કેસના દોષિતો  અક્ષય, મુકેશ, પવન ગુપ્તા, વિનય કુમાર  શર્માને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવી દેવાનો આદેશ અપાયો છે.