નવી દિલ્હીઃ કોરોના વાયરસ દેશ અને દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, હાલ તેને લગતી વેક્સિન માર્કેટમાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે, બહુ જલ્દી ભારતને વેક્સિન અવેલેલલ થઇ જશે. કોરોના કયા કારણે સૌથી વધુ ફેયાલ છે, તેને લઇને દેશના કેટલાય ડૉક્ટરો અધ્યયન કરી રહ્યાં ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીના ડૉક્ટરોએ કોરોના સ્પ્રેડિંગને લઇને એક ચોંકાવનારુ તારણ કાઢ્યુ છે. તેમના મતે સાથે ખાવા-પીવાથી કોરોના ફેલાવવાનો વધુ ભય રહે છે.


ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ કોરોના દર્દીઓની સંખ્યા 52 લાખથી વધુ થઇ ગઇ છે. અને છેલ્લા 24 કલાકમાં એક લાખ નવા કેસ નોંધાયા છે, મોતોની સંખ્યા પણ સતત વધી રહી છે, ત્યારે દિલ્હીના ડૉક્ટરોનુ આ તારણ વધુ મહત્વનુ બની શકે છે.

રાજધાની દિલ્હીની સરકારી હૉસ્પીટલના ડૉક્ટરોએ ચિંતા દર્શાવતા તારણ આપ્યુ છે કે, કોરોનાનો સૌથી વધુ ખતરો ઓફિસમાં સાથી કર્મચારીઓ સાથે ખાવા-પીવાના કારણે રહેલો છે. તેમને ઓફિસમાં કોઇએ પણ સાથી કર્મચારીઓ સાથે ખાવા-પીવા કે ચા-નાસ્તો ના કરવાની સલાહ આપી છે.



આ ચિંતાજનક રિપોર્ટ દિલ્હીની સરકારી હૉસ્પીટલના લોકનાયકના પ્રભારી ડૉ. ઋતુ સક્સેનાની આગેવાનીમાં રજૂ કરાયો હતો. રિપોર્ટ પ્રમાણે ઓફિસમાં બેદરકારી રાખીને સાથી કર્મચારીઓ સાથે ખાવા-પીવા કે ચા-નાસ્તો કરવાથી કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત તેમના મતે ગળે માસ્ક લટકાવી રાખવાથી પણ કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે, કેમકે ગળે માસ્ક લટકાવી રાખ્યા પછી અચાનક મોંઢા પર પહેરવાથી સંક્રમણની ઝપેટમાં આવી શકાય છે. ડૉક્ટરોની પેનલે એવી પણ સલાહ આપી છે કે હાથને સેનિટાઈઝ કર્યા વગર કોઇપણ વસ્તુ ખાવી કે મોંમાં મૂકવી ન જોઈએ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ