નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. જેમાં દિલ્હીના વિકાસના મુદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને સામેલ કરી શકે છે.


ચૂંટણી ઢંઢેરામાં 600 યૂનિટ સુધી ફ્રી વીજળી, પેન્શનમાં વધારો, અનધિકૃત વસાહતોને નિયમિત કરવા 7 Aની અડચણ દૂર કરવા સહિત અનેક મુદ્દાઓ સામેલ કરવામાં આવી શકે છે. રાજીવ ભવનમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ, આનંદ શર્મા, પ્રદેશ પ્રભારી પીસી ચાકો, અજય માકન, સુભાષ ચોપડા, કુલદીપ સિંહ નાગરા સહિત અન્ય નેતાઓ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

આ પહેલા ભાજપે શુક્રવારે દિલ્હી ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો ‘દિલ્હી સંકલ્પ પત્ર’જાહેર કર્યો હતો અને ગરીબો માટે બે રૂપિયા પ્રતિ કિલો ભાવથી લોટ અને હર ઘર સ્વચ્છ પીવાનું પાણી તથા ભાજપે દિલ્હીવાસીઓને ભ્રષ્ટાચારમુક્ત સરકારનું વચન આપ્યું છે. ઉપરાંત કોલેજ જનારા ગરીબ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક સ્કૂટી મફતમાં આપવાની વાત કરાઇ છે.