પાર્ટી | સીટ | વોટ ટકાવારી |
AAP (આપ) | 51 થી 65 | 50.6 ટકા |
BJP (બીજેપી) | 3 થી 17 | 36.7 ટકા |
Congress (કોંગ્રેસ) | 0 થી 3 | 9.3 ટકા |
અન્ય | 0 | 4.7 ટકા |
ABP Exit Poll: દિલ્હીમાં ભાજપની સીટો વધશે, કેજરીવાલની બનશે સરકાર, જાણો કેટલી બેઠક મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Feb 2020 07:44 PM (IST)
ABP એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સત્તામાં આવી શકે છે. જોકે પાર્ટીને સીટોનું નુકસાન થઈ શકે છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે વોટિંગ પૂર્ણ થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલમાં કેજરીવાલ સરકાર ફરીથી બની શકે છે. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીની તુલનામાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ બહુમતના આંકડાથી ઘણી પાછળ રહેતી જોવા મળી છે.
ABP એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સત્તામાં આવી શકે છે. જોકે પાર્ટીને સીટોનું નુકસાન થઈ શકે છે. જ્યારે ભાજપને ફાયદો થઈ રહ્યો છે પરંતુ સત્તાથી ઘણી દૂર છે. 2015 વિધાનસભા ચૂંટણીમાં AAPને 54.5 ટકા, બીજેપીને 32.3 ટકા અને કોંગ્રેસને 9.7 ટકા વોટ મળ્યા હતા.
એબીપી એક્ઝિટ પોલ પ્રમાણે 2015ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેયર ઘટી શકે છે. જ્યારે ભાજપને થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનો વોટ શેરમાં ખાસ બદલાવ જોવા મળ્યો નથી.
શું કહે છે ABP Exit Poll?
Delhi Exit Poll: ફરી બનશે કેજરીવાલ સરકાર, જાણો કેટલી બેઠકો મળશે
ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડેમાં હારનું આ કારણ રહ્યું ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત
INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત
- - - - - - - - - Advertisement - - - - - - - - -