નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા કોંગ્રેસે પણ પોતાની બીજી યાદી જાહેર કરી હતી.

દિલચસ્પ વાત એ છે કે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.


બીજેપીએ દિલ્હી ચૂંટણી માટે બીજી યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં સીએમ કેજરીવાલ વિરુદ્ધ બીજેપીએ નવી દિલ્હી બેઠક પરથી સુનિલ યાદવને ટિકીટ આપી છે. વળી કોંગ્રેસે આ બેઠક પરથી કેજરીવાલ સામે રોમેશ સભરવાલને મેદાનમાં ઉતાર્યા છે.