પવને ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દાવો કર્યો હતો કે ઘટના સમયે તે સગીર હતો. પવને કહ્યું કે, ઘટના બાદ હાડકાની તપાસના આધારે ઉંમર જાણવાનું પરીક્ષણ તેની સાથે કરવામાં આવ્યું નથી. એવામાં તેને તેનો લાભ મળવો જોઇએ. પોલીસ રેકોર્ડમાં પવનની ઉંમર વારદાતના સમયે 19 વર્ષ દાખલ કરી હતી.
નિર્ભયા સાથે બળાત્કારમાં સામેલ એક સગીરને ત્રણ વર્ષની સજા બાદ મુક્ત કરી દેવાયો હતો. જ્યારે અન્ય એક આરોપી રામ સિંહે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય ચાર દોષિતો મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, વિનય શર્માને જલદી ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરી તમામ દોષિતોને ફાંસી માટે એક ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.