નવી દિલ્હીઃ પહેલા મહાદેવની પૂજા, પછી માતાને પગે લાગ્યા બાદ તુલસીના છોડને પાણી આપવું. આ રીતે જ દિવસની શરૂઆત થઈ દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીની. મનોજના માતા લલિતા છેલ્લા બે સપ્તાહથી દિલ્હીમાં છે. બનારસથી પોતાના દીકરાનો બર્થડે ઉજવવા માટે આવ્યા હતા. મનોજની આરતી ઉતારી, બાદમાં દીકરાનું મોઢું મીઠું કરાવ્યું દહી અને ગોળથી. બિહાર અને યૂપી સાથે જન્મ અને કર્મનો સંબંધ રહ્યો છે મનોજ તિવારીનો.


પૂર્વાંચલમાં કોઈ પણ સુભ કામ કરતા પહેલા લોકો દહીં ખાય છે. દિલ્હીમાં ભાજપ 21 વર્ષથી સત્તાથી દૂર છે. કદાચ દહી-ગોળથી જ વાત બની જાય. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં હનુમાન ભક્ત બનવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટીમાં રેસ લાગી છે.

‘કેજરીવાલ નકલી હનુમાન ભક્ત’

પૂજા પાઠ અને માતાના આશીર્વાદ લીધા બાદ મનોજ તિવારી લુટિયન ઝોનમાં બંગલામાં લોન પર બેસી ગયા. વાત શરૂ થઈ હનુમાન ભક્તને લઈને. હાલમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બજરંગબલીના મંદિરે જઈ રહ્યા છે. હનુમાન ચાલીસા ગાઈ રહ્યા છે. મનોજ દિવારીને આ બધું તમાશો લાગે છે.

મનોજ તિવારીએ કેજરીવાલ પર નકલી હનુમાન ભક્ત હોવાનો આરોપ લગવ્યો. તેમણે કહ્યું કે શૂઝ ખોલ્યા બાદ અરવિંદતો હાથ ધોયા વગર જ મંદિર ચાલ્યા ગયા. આ કેવા ભક્ત છે.

ભાજપના સાંસદ મનોજ તિવારીને લાગે છે કે, આ વખતે ચૂંટણીમાં પાર્ટી 50ને પાર ચાલી જશે. મનોજ તિવારીએ કહ્યું કે, મતદાન ખત્મ થતા જ શાહીનબાગ પર વિરોધ પ્રદર્શન ખત્મ થઈ જશે. દિલ્હીમાં અંદાજે 27 ટકા પૂર્વના મતદાતાઓ છે. મનોજ તિવારીને દિલ્હીના ભાજપના અધ્યક્ષ બનાવવા પાછળ પણ આ જ ઉદ્દેશ હતો.