દિલ્હીમાં CAA પર રાજકારણ ગરમાયુ, BJPએ કહ્યું કેજરીવાલ અને કોંગ્રેસ પ્રદર્શન માટે ઉકસાવી રહ્યાં છે લોકોને
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2020 08:26 AM (IST)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે
નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીને લઇને રાજધાનીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, આ વખતે CAAને લઇને બીજેપીએ કેજરીવાલ અને કોંગ્રેસ બન્ને પર મોટા આરોપો લગાવ્યા છે. રાજકીય પક્ષો વચ્ચે સૌથી મોટો મુદ્દો CAA (નાગરિકતા કાયદો) નો બની ગયો છે, અને એકબીજા પર આ મુદ્દે હુમલો કરવાનો કોઇ મોકો નથી છોડતા બીજેપીએ CAAને લઇને કહ્યું કે, CAA વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોની પાછળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસનો હાથ છે, આ બધા લોકોને આના વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ઉકસાવી રહ્યાં છે, બીજેપીએ સાથે સાથે શાહીન બાગને ‘શરમ બાગ’ પણ ગણાવી દીધુ હતુ. બીજેપી તરફથી પ્રેસ કૉન્ફરન્સ કરવા આવેલા બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ શાહીન બાગના પ્રદર્શનને આમ આદમી પાર્ટીનું કાવતરુ ગણાવ્યુ હતુ. પોતાના દાવાનો સાચા સાબિત કરવા માટે સંબિત પાત્રાએ દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદીયાને તે નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં સિસોદીયાએ કહ્યું હતુ કે, હું શાહીન બાગની સાથે છું,.. સંબિત પાત્રાએ કહ્યું સિસોદીયા શાહીન બાગની સાથે ઉભા છે, હું કહેવા શાહીન બાગમાં અરાજકતાવાદી અરાજકતાવાદીઓની સાથે ઉભા છે. આની બાદ તરતજ દિલ્હી બીજેપીના પૂર્વ અધ્યક્ષ વિજય ગોયલે ટ્વીટ કરીને શાહીન બાગને શરમ બાગ ગણાવ્યુ હતુ. તેમને કહ્યું કે સીએએ પર ફેલાવવામાં આવી રહેલા ખોટા ભ્રમના કારણે શાહીન બાગ ‘શેમ બાગ’ બની ગયો છે. નોંધનીય છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે.